Tuesday, September 29, 2009

આપણું જીવન સાચે જ આપણું હોય છે?

ક્યાંક કોઈ પંખી નો કલબલાહટ, ક્યાંક વાગતું ધીમું સંગીત. ક્યાંક કોઈ બે મળેલા જીવ ની વાતો, ક્યાંક પોતાના માં જ ખોવાઈ જવાનો એહસાસ......

મન થાય છે ઘણી વાર આમાંથી કશુક બનવાનું, કરવાનું કે અનુભવવાનું. પણ........

એમ નથી લાગતું કે કંઇક આપણી પાસે હોવા છતાં આપણી પાસે નથી, કોણ રોકે છે મને આવી આઝાદી મેળવવા માંથી? તો પણ કેમ હું કુદરત ના ખોળામાં નઈ પણ એક યંત્રવત જીવનમાં ગૂંચવાએલો છું?

આપણે આપણું જીવન આપણી સ્વતંત્ર મરજીથી કેમ ના વિતાવી શકીએ......કેમ આઝાદ થવા માંગતા આપણા આ પંખીડાને સ્વજનો, કામ, મિત્રો અને દુનિયાદારી નું અદ્રશ્ય પીંજરું નડે છે?

આ જ કોશિશ આ બ્લોગની મદદથી કરવાનું વિચારું છું............જોઈએ કેટલા બંધન તોડી શકાય છે અને કેટલા જોડી શકાય છે?

1 comment:

  1. ટીચર હોવાનો ફાયદો એ થાય કે તમે તમારા વિચારોનો ફ્લો એકદમ પ્રવાહી રાખી શકો.jv જેવી સ્ટાઈલ છે શરૂઆત કરવાની..પહેલી જ લાઈનમાં વિચારોનો ફ્લો અટકાવી દે એવી ધારદાર રજૂઆત..વાહ..થોડુંક એવું અમનેય શીખવાડી દ્યો સરકાર...

    ReplyDelete