Tuesday, September 29, 2009

આપણું જીવન સાચે જ આપણું હોય છે? (2)

હર ફિક્ર કો ધુએમેં ઉડાતા ચલા ગયા.......મેં ઝીન્દગીકા સાથ નિભાતા ચલા ગયા......

સાથ જ તો આપીએ છે આપણે આપણી જિંદગીને, તો પછી આ ચર્ચા શેની છે??

અનુરાગ કશ્યપનું નો સ્મોકિંગ યાદ આવે છે. જબ ભી સિગરેટ જલતી હૈ મૈ જલતા હું.......શું લાજવાબ રીતે એણે સ્મોકિંગને જીવનની આઝાદી સાથે સરખાવ્યું છે. અરે ઉડાવીદો બધું ધુમાડામાં અને બેફીકર બનીને મસ્ત મૌલાની જેમ જીઓ યારો......

બસ ને........ખાલી વાતોમાં જ આવી આઝાદી અનુભવાય છે ને? કાલે સવારે ક્લાસમાં જવાનું છે, પેપર્સ ચેક કરવાના બાકી છે, ઘરમાં કબાટ કરાવવા માટે રંગરેજ ને બોલાવાનો છે, ભાઈબંધની મેરેજની ગીફ્ટ ખરીદવાની છે, પાસબુકમાં એન્ટ્રી કરાવવાની છે, શોપિંગ કરવાનું છે, અને દિવાળીમાં ફરવા જવાની ટીકીટ બુક કરાવવાની છે.

અલા આનો કાઈ એન્ડ છે કે નઈ? હા હા હા..........છે ને જિંદગીની અજીબ માયાજાળ. જો જો ફસાતા એમાં.......

અરે બાપુ, આજ તો જિંદગી છે.....કભી દુર કભી પાસ આયે, કભી યુહીં મુસ્કુરાયે, કભી આયે જાયે આયે જાયે ઐસી ઝીંદગી........

આપણું જીવન આવી નાની-મોટી અનેક ઘટનાઓનું સાક્ષી છે......અને તેથી જ આપણું જીવન સાવ આપણું નથી..........

સુરજ છે, કેલેન્ડર છે, આઈપોડ છે, કોથળી છે.........અને આવી દરેક નાની મોટી વસ્તુ નિમિત્ત છે એવી અનેક ઘટનાઓની, જે આકાર લે છે આપણી આસ-પાસ. થોડીક આપણી ગમતી, આપણાથી ઘડાતી, તો થોડીક અણગમતી પણ ક્યારેક આપણને જ ઘડતી.

અરે રે......મૂળ પ્રશ્નતો અનુત્તર જ રહી ગયો.............

ચાલો ફરી પૂછી લઉં...........

આપણું જીવન સાચે જ આપણું હોય છે?

No comments:

Post a Comment