Thursday, October 15, 2009

Cars_લાગણીઓને વાચા આપતું અદભુત એનીમેશન મુવી.........





તમે સ્વદેશ જોયું છે? એમાં શાહરૂખ ખાન પોતાની દાઈમાં ને મળવા અને પોતાનો ખાલીપો ભરવા ઈન્ડિયાની મુલાકાતે આવે છે અને પછી એ જ દેશ એનું સમગ્ર વિશ્વ બની જાય છે................

કટ ટુ Cars........

એક એવું એનીમેશન મુવી જેમાં સંવેદનાઓ અને લાગણીઓ ઠાંસી ઠાંસીને ભરી છે. જીત માટેની તલબ અને પ્રસિદ્ધિ માટેની ઘેલછા, રેસિંગ ટ્રેક પર ઓવરટેકિંગને લીધે ઉદભવતો એડ્રીનાલીન રશ, ઉગતા સુરજને પૂછવાની માનવીય મનોવૃત્તિ, ઝાકઝમાળ અને પ્રસિદ્ધિની સાથે સાથે આવતો નશો........

અને પછી જીવનચક્રની બદલાતી ઘટમાળ, એક અજીબોગરીબ વળાંક, એક નવી જ દુનિયા જે કેમે કરીને પોતાની લાગે એમ નથી. એ ઝુરાપો, એ તડપ, એ પોતાના વિશ્વમાં પાછા ફરવાની નાકામયાબ કોશિશો, એ પરિસ્થિતિ સાથે સમજોતા કરવાની વિચારધારા........

ધીમે ધીમે કરીને વિચિત્ર લાગતા આ એનીમેશનના પાત્રો જીવંત લાગવા માંડે છે, એમના રંજોગમ આપણને આપણા હોય એવું લાગે છે, એક ટાયરથી લઈને ટ્રેક્ટર જેવી વસ્તુઓમાં જીવ રેડાવા લાગે છે અને ફરી શરુ થાય છે લાગણીઓનો વરસાદ.........

નવા નવા લોકો છે, નવો પ્રદેશ છે, અને એમની પોતાનામાં જ રચી કાઢેલી એક અલગ જ દુનિયા છે. ધીમે ધીમે એમના વ્યર્થ લાગતા પ્રયત્નોમા સાથ આપવાનો એહસાસ થાય છે, એમણે સજાવેલા સપનાઓની નજીક જવાનો મોકો મળે છે, એમની ખાસિયતો જોઇને પોતાની આવડતો ઓછી પડતી જણાય છે..............

અને કોઈ પોતીકું લાગવા માંડે છે. હા,અહિયાં પણ એક સરસ મજાની લવ સ્ટોરી છે બે કાર વચ્ચે. માનો યા ના માનો પણ કોઈ પણ યશ ચોપરાના મુવી કરતા ક્યાંય વધુ રોમેન્ટિક છે. એક બીજાને સમજવાનો અવસર આવે છે, પોતાને ગમતા સ્થળે પોતાને ગમવા લાગેલા કોઈની સાથે જવાનો ઉમંગ છે,એની સાથે વિતાવેલા હસીન પળોની યાદો છે.........

એની સાથે છે કોઈએ સપનાઓના તૂટ્યા પછી સાચવેલો કાટમાળ, એનો ખાલીપો, એનો અજંપો.......

અને ફરી શરુ થાય છે એક રેસ........શ્વાસ થંભાવી દે એવા કોઈ સીન એમાં નથી, કારણકે......... એમાં છે માનવતા મ્હોરે એવો પ્રયાસ. પોતાનાઓને પાછા મેળવવાનો એહસાસ, અને એક હેપ્પી એન્ડીંગ.

હા.......સાચ્ચેજ, ભલે એ કાર દ્વારા બતાવ્યું હોય પણ છે તો આખરે માનવીના હૃદયનું જ પ્રતિબિંબ. આ દુનિયામાં ગમે તેટલો બદલાવ આવે,પણ માનવીનું મન તો સદાય લાગણીઓની કુંજ ગલીઓમાં જ ફરતું રહેશે. એની લાગણીઓમાં કદી ઓટ નઈ આવે. અને જ્યારે આવી લાગણીઓનો ઉમળકો ઉભરો બનીને બહાર આવ્યો હશે, ત્યારે સર્જાઈ હશે એક અવિસ્મરણીય કૃતિ............

Cars........

2 comments:

  1. શબ્દ ભંડોળ ઓછું પડે છે કોમેન્ટ કરવા માટે.

    ReplyDelete
  2. i don't want to give comment on this movie..........because after your blog i want to see and feel this movie in very short time....i give you this movie but i haven't see it........now i will see it in very short time

    ReplyDelete