Tuesday, May 11, 2010

આ વેકેશનના ગમતા મુવીસ..........!!



છેલ્લા ઘણા સમયથી મારે કલાસીસમાં વેકેશન ચાલી રહ્યું છે એટલે આખા દિવસની નવરાશ હોય છે. વેકેશનનો ટાઈમ મારા માટે અલગ અલગ મુવીસ જોવાનો અને નોવેલ્સ વાંચવાનો ગોલ્ડન ટાઈમ હોય છે.

વેકેશનમાં આમ તો ઘણા બધા મુવીસ અત્યાર સુધીમાં જોયા પણ એમાંથી ત્રણ મુવીસ મને એકદમ ખાસ લાગ્યા. કહો કે મજા પડી ગઈ. મારી નજરથી ત્રણે મુવીસ અહિયા શેર કરી લઉં.........!!




  1. The General







છેક ૧૯૨૭ ની અમેરિકન સાયલેન્ટ કોમેડી ફિલ્મ. યાદ નથી આવતું કે ફિલ્મ વિષે મેં ક્યાં અને ક્યારે સાંભળેલું પણ એટલું યાદ હતું કે ખુબ સરસ ફિલ્મ છે. એટલે જ્યારે વર્લ્ડ મુવીસ પર ફિલ્મનું શિડ્યુલ જોયું તો રીમાઈન્ડર મૂકી દીધું અને નિશ્ચિત કરેલા સમયે વર્લ્ડ મુવીસ સામે ગોઠવાઈ ગયો.

મને એમ કે ફિલ્મમાં ચાર્લી ચેપ્લીન છે એટલે મજા આવશે પણ મુવી સ્ટાર્ટ થયે ઘણો વખત થયા છતાય એ ભાઈ ક્યાંય દેખાણા નઈ એટલે ચાલુ મુવીએ મોબાઈલ પર વિકિપેડિયા ખોલીને બેઠો. કાસ્ટ જોઈ ત્યાર ખબર પડી કે કોઈ Buster Keaton નામના ભાઈ હીરો છે અને એમણે પાછુ મુવી ડાયરેક્ટ પણ કર્યું છે. પાછું મને એમ કે નામ પ્રમાણે હીરો કોઈ જનરલ બનરલ હશે પણ સાલું કઈ અલગ જ નીકળ્યું !!

જે નીકળ્યું એણે તો મને ફુલ જલસા કરાવી દીધા.

તો ચાલો માણીએ મુવીને મારી નજરે...............





આપણા હીરો એન્જીનીયર છે અને ટ્રેન ચલાવે છે. એક સરસ મજાની ફટાકડીને લવ પણ કરે છે. ફટાકડી એની ટ્રેન ચલાવવાની ઈસ્ટાઈલ પર ફિદા છે. એવામાં અમેરિકામાં બે રાજ્યો વચ્ચે અંદરો અંદર યુદ્ધ ફાટી નીકળે છે.  ફટાકડીના બાપા અને ભાઈ બંને યુદ્ધમાં જોડવા તૈયાર થઇ જાય છે અને આપણા હીરો જ્યારે ફટાકડી સાથે ઇશ્ક લડાવી રહ્યા હોય છે ત્યારેજ એની સામ્મેથી યુનિફોર્મ પહેરીને વટથી નીકળે છે. જોઈને ફટાકડી થોડી સેન્ટી થઇ જાય છે અને આપણા હીરોને પણ યુનિફોર્મ પહેરીને યુદ્ધમાં જોડવા માટે કહે છે.

પ્રેમઘેલા આ ભાઈ દોડીને પોતાનું નામ લખાવા લાઈનમાં પેલ્લા ઉભા રહી જાય છે પણ એ એન્જીનીયર છે એમ જાણીને અને એમનું મહત્વ સમજીને એમને યુનિફોર્મ આપવામાં આવતો નથી. બાજુ પેલી ફટાકડી કે એના બાપા વાત સમજી શકતા નથી અને પેલી આને રોકડું પરખાવે છે કે જો મારી સાથે સેટીંગ કરવું  હોય તો યુનિફોર્મ તો જોઈશે . લો..........હલવાયા !!

એક વર્ષ આમ વીતી જાય છે અને સમાચાર આવે છે કે ફટાકડીના બાપા યુદ્ધમાં ઘવાયા છે. ફટાકડી બાપાને જોવા જે ટ્રેનમાં બેસીને જાય છે એ આ ભાઈ જ હલાવી રહ્યા હોય છે. એક જગ્યાએ બધા નાસ્તા-પાણી કરવા રોકાય છે ત્યારે બીજા રાજ્યના જાસુસો આખી ટ્રેન જ ઉપાડી જાય છે અને આપણી ફટાકડી બાય મિસ્ટેક એમાં જ રહી જાય છે.

આ વાતથી અજાણ એવો આપડો હીરો પોતાની વ્હાલી ટ્રેનને બચાવવા મોટી મોટી ગડમથલો કરી મુકે છે. અને પછી તો પ્રિયદર્શનને પણ પાછળ પાડી દે એવી ધમાચકડી શરુ થાય છે. હાસ્યના ગોટેગોટા અને લોચેલોચા.........!!





ભાઈની એક્ટિંગ અને ખાસ તો એમના એક્સપ્રેશન્સ. મને એમ હતું કે ચાર્લી ચેપ્લીન છે નઈ તો મજા નઈ આવે પણ શું મજા આવી છે બોસ. મુવીમાં એક પણ ડાયલોગ ના હોવા છતાં એટલી સરસ રીતે સમજાઈ ગઈ કે ના પૂછો વાત. હું તો હસી હસીને લોટપોટ થઇ ગયો. વારંવાર મનમાં એવો પ્રશ્ન થતો હતો કે તો પછી જનરલ છે શું? પણ ભાઈ એમની ટ્રેનની પાછળ ભાગ્યા ત્યારે વંચાયું કે આ તો એમની વ્હાલી ટ્રેનનું નામ જ જનરલ છે. લો બોલો..........!!

૧૯૨૭નાં જમાનામાં આવું ધાંસુ ડાયરેક્શન અને પકડી રાખે એવા પ્લોટની સાથે સાથે અદભુત સિનેમાટોગ્રાફી. કોમેડી ઓફ એર્રર્સનો બાપ કહી શકાય અને મિસ્ટર બિન જેવાને ચણા ખવડાવે એવી Buster Keaton ની સ્ટાઈલ.

સમય મળે નહી તો કાઢીને જોવા જેવું અને વર્લ્ડ મુવીસ વાળા ફરી ના બતાવે તો તાત્કાલિક ધોરણે ડાઉનલોડ કરવા જેવું મુવી...........




mOnaRk's Verdict :  **** (4/5).

બહુ ખેંચાઈ ગયું છે એટલે બાકીના બે મુવીસની વાતો નેક્સ્ટ બ્લોગ માં....................!!




ક્રમશઃ............

Wednesday, March 10, 2010

પાંદડે પાંદડે નવા વિચાર !!


એક ડાળીએથી પાંદડું તોડ્યું
અને ડાળી હસી પડી
એને તો પાંદડું વ્હાલું હતું
શું એને દુખ નાં થયું?

મેં તો પૂછ્યું ડાળીને
આમ કેમ?
મલકાતી ડાળી બોલી
બે ચાર બીજા તોડ !

જે આસાનીથી તું પાંદડા તોડે છે
એ સાહજિકતા
તારા મનમાં ઉદભવતા
દુષ્ટ વિચારો તોડવામાં વાપરી બતાવ !

એ પછી તું પણ હસીશ
બસ મારી જેમ જ
સંયમની પરાકાષ્ઠા પામીને
પાંદડે પાંદડે નવા વિચાર !!

Saturday, February 6, 2010

Ashuthosh Govarikar : इन लम्होके दामन में, पाकीज़ा से रिश्ते है........!!



The hard hitting masala movie makers never think about the real means of making movies. Movies can be the best medium for a visionary director to propagate his vision through camera works. Very few indian directors stand immovably strong in this region. Ashutosh Govarikar is ofcourse one of these jewels.

He started his career as a director as early as 1993 when his directorial debut Pehla Nasha collapsed at the box-office. One more release after two years with promising star cast of Aamir Khan and Mamta Kulkarni with an action packed thriller Baazi. Again a flop. It was a good movie with lot of fun and entertainment. I personally liked it. But it was a clear rejection from mass.

Two consecutive super flops within two years are enough for an ordinary man to step out of his path. But genius like Ashutosh always knows what he exactly wants. He had something different in his mind. 5 years passed with his absence and nobody was interested to ask for him in these years. And finally the year 2001 came with Lagaan.

Period film especially in that time when super duper blockbuster kaho naa pyaar hai ruled the bollywood last year and the flock of directors were imminent to take the ready made recipe for success. Ashutosh was running out of money. Infact he was almost a bankrupt after two consecutive flops. No producer was ready to invest crores of rupees for the gigantic budget. Aamir Khan was the man. He knew the talent of Ashutosh.
He put full trust in the story and script and launched the movie as the first movie under his production. And the rest is history.

That day and today. Ashutosh is going all the way to the path of his extreme talent. Lagaan highlighted the underlying patriotism of him. Then came Swades. Whenever I read somewhere that Swades is not a box office hit or not liked by the mass. Something pinches so badly inside my heart. Swades is my favourite movie from Ashutosh Govarikar. Each and every frame of it contains a potential message. Not a single word or line in the movie is wasted. I have some special perception and feelings for Swades.


In Swades, the real Soulful and meaningful cinema comes alive by none other than Ashutosh himself. The inch by inch detail work of each and every character makes a tight bond with your mind so every single character is just loved to watch.


The way Melaram adjusts his hairs and smiles, the way Nivaranji functions as a post man or as a pehlvaan, the way the movie Yaadon ki Baarat is screening and the way the Panchaayat sabhaa is conducted provide the riveting work for these scenes to be fit deep in your heart.


The entire sequence of Shahrukh's visit to Haridas and his return journey in the boat where he loses himself in the deep and sorrowful thinking. The scene of railway station where the poor kid sells a cup of water just for 25 paise. Yes. Shahrukh Khan is an amazing actor and the stupid kind of act he always does with his emotional eyes in Karan, Chopra and Farah movies where it is completely wasted, here it is intensively captured in this scene by the genius Ashutosh.


Ohh......I wish I can marry a girl like Geeta.........!! So simple and yet so attractive. Or let me call my kind of girl............!!


And above all is the music of Rahman Saheb especially the song yeh jo des hai tera and yeh tara vo tara. Perfectly intermingled in the story. Lot other scenes and sequences to discuss. Endless, really endless. A movie meaningful in its real sense.


Ashutosh has proved the strength of this entertainment media. He has shown us with Swades that movies are the best way to communicate. The best way to show your convictions thoughtfully and seriously to the mass.


I am a huge fan of yours. I respect you for your vision and style of movie making.

Love you Ashutosh Sir. We are fortunate to have you in Bollywood. God bless you...............!!

Saturday, January 30, 2010

શૈતાન પંખો.......(પેલા ખેતાન પંખા જેવું નામ લાગે છે.......હે ને?)

પંખા તારી ભલી થાય, તું શીદને આટલી વીજળી ખાય !
એક તો તારા વગર જાય નહિ ઉનાળો
ને એમાં પાછા બાપુજી કરે લોહી ઉકાળો !
ગરમીથી ફાટફાટ થાય મારું આ શરીર
ને બાપુજીની તીખી આંખોનાં તીખાં તીર !
તું ચાલે ધીમો એ મારાથી સહન થાય નહીં
ને તારા ઝડપી ચકરાવા બાપુજીને પોસાય નહીં !
ભલા માણસ, તને હું નથી બોલાવતો શિયાળામાં
શું તેનો ગુસ્સો તું ઉતારે છે ઉનાળામાં?
તને પડતો મુકી રાત્રે અગાસીએ સુવા જાય બા-બાપુજી
ને હું તારા સાન્નિધ્યમાં રાત ગુજારી થાઉં રાજી !
સવાર પડે ને પવનની ધીમી ધીમી લહેરખીઓ વાય
ને બાપુજી કહે આ લહેરખીઓમાં તો આપણો આખો દિવસ જાય !
હું તો થાક્યો, હાર્યો. કરી બાપુજી સાથે માથાકુટ
પંખા તારા કારણે થઇ આ બધી કડાકુટ
સુધર ભાઈ સુધર હવે તો કંઈ વ્યાજબી થા
કર મારા પર ઉપકાર ને ઓછી વીજળી ખા !

[ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે આ કવિતા લખી હતી........આજે એને રજુ કરવાનું માધ્યમ મળી ગયું..............!!]

Wednesday, January 13, 2010

A V A T A R

જેક અપંગ છે. જેક એક વ્હીલચેરમા ફરે છે. જેક આજુબાજુમાં બનતી ઘટનાઓને નિહાળ્યા કરે છે. એ ઓછોબોલો સ્વભાવનો નથી પણ એ જે વિશ્વમાં રહે છે ત્યાંના જ્ઞાનીઓ એની વાતો સાંભળવા કે સમજવા તૈયાર નથી એટલે મોટાભાગે એ ચુપ જ રહે છે. અને એક દિવસ.....................





જેક એક અલગ દુનિયાનો રખવાળો બની જાય છે. એક સમગ્ર વિશ્વ એના સહારે જીવે છે અને એ જ જેક ગળું ફાડી ફાડી ને કહે છે કે આ અમારી ધરતી છે. અમે એની છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરીશું. પોતાના વિશ્વમાં અપંગ એવા જેકના આ અલગ વિશ્વની ધરતી પર મક્કમ રીતે જડેલા પગ આખરે તો માનવતાનો જ રાગ છેડે છે ને........!!


[12 : 05 pm, Anand, 11-01-10, monday]
mOnaRk : Its already 12 : 05. You told me that the show is at 12 : 30 and this paper shows that it is at 12 : 00. Now what? Should we go for it or should I go back to Vadodara?
Maulik : In Anand, they always start the show half an hour late dear. So let's go there. I am sure we can make it.

mOnaRk : Two A V A T A R please. Has the show been started? Do it fast.
Window : Yes it has been started. Five to Ten minutes passed. Here are your tickets. Make some arrangement for snacks as movie is 2 hrs and 41 min long and its 3D so there is no interval.

mOnaRk : Here are the tickets. Where are the glasses? Wow !! The movie has not been started yet. Thank God. I was so tensed that I will lose opening shots.
Maulik : I told you. I know them. Still it will take 10 to 15 mins. You unnecessarily made me hurry. And what is this? I am not going to wear this glasses. I will see without wearing it.





સ્પાય કિડ્સ ટુ માં વર્ચુઅલ ગેમમાં ફસાયેલા બાળકને એક પ્લેયર ચૂઝ કરવાનો આવે છે અને એ પોતાના અપંગ દાદાજીને ચૂઝ કરે છે. કારણ? એ છોકરો માને છે કે આટલા વર્ષોથી દાદાજી ચાલ્યા નથી તો એમના પગની બધી જ ઉર્જા એમના દિમાગમાં પુરાયેલી હશે અને તેથી એ ઉર્જાના સહારે એમનું દિમાગ બીજા બધા પ્લેયર્સ કરતા ક્યાંય વધારે તેજ હશે......!!

ઉર્જા.

આઈનસ્ટાઈને એને પદાર્થમાં પલોટવાનું સમીકરણ ભલે આપ્યું હોય પણ ઉર્જા પદાર્થમાં રૂપાંતરિત થયા વગર પણ આપણા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. આ એ જ ઉર્જા છે જે નાવી લોકો પોતાની ધરતી પેન્ડૂરાની છાતીમાંથી વનસ્પતિ સ્વરૂપે કે પેન્ડૂરાના પ્રાણીઓની સાથેના બંધન સ્વરૂપે મેળવે છે. ભારતીય તત્વજ્ઞાન જે વાત સૌથી સરળ રીતે કહે છે એ જ વાત પેન્ડૂરાના નાવી લોકો માને છે કે આપણે સૌ આ બ્રહ્માંડમાં વ્યાપેલી ઉર્જાનો એક અંશ છીએ. આપણે સૌ પરમાત્માનું સ્વરૂપ છીએ. આપણે જે ઉર્જાથી સર્જિત થયા છીએ એ જ ઉર્જામાં વિસર્જિત થવાનું છે.


[11 : 10 am, Vadodara]
mOnaRk : I am coming to Anand today. I want to see A V A T A R in 3D. We are not having it in 3D in Vadodara. Tell me the earliest possible show times.
Maulik : I know the timings. The first show is at 12 : 30. You come by 12 : 00. We will go for it. Have you taken your lunch? If not then come at my home first. We will go there after having lunch together.
mOnaRk : No. I have had it. You don't bother about it. Just make sure about the timings. I am racing with time here. It is already 11 : 10 and I am in vadodara only. Have to reach there in 50 min at any cost.

મિલિયોનેર બિઝનસમેનને એક કીમતી તત્વ જોઈએ છે. એના માટે આ કામ જે પણ કરે એને એ સમય આપવા તૈયાર છે. આર્મીનો કર્નલ કરે તો એ કે પછી પેલી સાયન્ટીસ્ટ કરે તો એ. આર્મીનો કર્નલ પોતાની તાકાત પર મુસ્તાક છે. એ આ પેન્ડૂરા પર વસતા અને કીડી-મંકોડાની જેમ ચરતા અને ફરતા નાવી લોકોને ચપટી વગાડતામાં મસળી શકે છે. સાયન્ટીસ્ટને પોતાની આવડત પર ઘણું ગુમાન છે. જેક જેવા પાંગળા માણસના પોતાના  ટીમમાં આવવાથી એનું કામ ખરાબ થઇ જશે એવો એને ડર સતાવે છે. એ પેન્ડૂરાની અદભુત વનસ્પતિઓ માં ગુંથાયેલું નેટવર્ક જોઇને માનવીઓના ન્યુરલ નેટવર્કનું સંશોધન આગળ ચલાવવા માંગે છે.

જેકની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. એને કામ કર્નલનું કરવાનું છે અને પાછું પેલી સાયન્ટીસ્ટની મદદથી જ કરવાનું છે. સાયન્ટીસ્ટ એને એના A V A T A R માં ઢાળી આપે છે.


A V A T A R


પેન્ડૂરાના નાવી લોકોનું શરીર અને પૃથ્વીવાસીઓનું મન. જ્યારે જ્યારે પૃથ્વીવાસીઓને નાવી લોકોને સમજવાની ઈચ્છા થાય છે ત્યારે ત્યારે તેમના શરીરમાં જેક જેવા કોઈના દિમાગના ન્યુરોન એક્ટીવેટ કરીને એને નાવી લોકોની વચ્ચે મોકલી આપવામાં આવે છે. સાદી ભાષામાં કહો તો A V A T A R માત્ર અને માત્ર એક હાઇબ્રીડ ઉપજ જ છે. પણ જેકના A V A T A R નું જ્યારે આ નાવી લોકોમાંની એક એવી નેઈટીરી સામે અવતરણ થાય છે ત્યારે શરુ થાય છે બે મળેલા જીવની અલગ દુનિયા.


[10 : 35 am, Vadodara]
mOnaRk : I want your pulsar. I want to go to Anand. I'll be back by evening. Keep my activa if required. So tell me, where should I come? at your office?
Bhargav : Ok take it. Come at That magazine store near amdavadi pole. How long will you take to come there?
mOnaRk : I am coming. You get ready. I am in hurry. Let's meet there in 10 min.




પ્રેમ ને કોઈ સીમા નથી હોતી. પ્રેમને કોઈ બંધન નથી નડતા. સાચ્ચેજ નેઈટીરી અને જેક વચ્ચે પાંગરતા પ્રેમને જોઇને તો એવું જ લાગે છે. પ્રેમ ખરેખર બે આત્માનું મિલન છે નહિ કે બે શરીર.

પ્રેમ

તમને કોઈની સાથે પ્રેમ થાય એ પહેલા એ વ્યક્તિમાં કંઇક ખાસ છે એની પ્રતીતિ તમને ઈશ્વર કરાવી દે છે. નહીતર નેઈટીરી એ દિવસે જેક પર આમ તીર ચલાવતા અટકી ના ગઈ હોત. જેક સાથેની એ પ્રથમ મુલાકાતમાં ભલે પ્રેમ થવાના કે ગમવાના કોઈ અણસાર ના આવતા હોય પણ કોઈ દિવ્યશક્તિ કોઈક સંકેત તો આપી જ દે છે. બસ પછી શું?

નેઈટીરી જેકને પોતાના લોકોની વચ્ચે લઇ જાય છે અને જેક એ લોકોને સમજવાની કોશિશ કરે છે. અહી પણ એ જ દિવ્યતાના અણસારથી નેઈટીરીની માતા જેક ને નાવી લોકોના રીતભાત અને રહેણી-કરણી શીખવવા માટે નેઈટીરીને કહે છે. અને શરુ થાય છે પ્રેમના પાંગરવાના દિવસો. માનવી અને નાવી વચ્ચેનો એ અલૌકિક પ્રેમ........

[10 : 30 am, Vadodara]
mOnaRk : I am in hurry so don't ask me to take my lunch today. I am going to Anand.
mOm : Why? Anand? all of a sudden?
mOnaRk : Don't ask me too much questions mom. I'll be back by evening. I'll have it at Anand. Don't worry about it. Ok?
mOm : Well if you have decided then ok. But you haven't slept for whole night yesterday. Don't you want to sleep? It's good time to sleep. You have 3 to 4 hours to sleep.
mOnaRk : I'll be back by 3 O' clock. I'll sleep after coming back. Let me go, I am getting late.....

જેકને સ્પષ્ટ ફરમાન મળી ચુક્યું છે કે એ નાવી લોકોને સમજાવી દે કે એ લોકો આ એમની રહેવાની જગ્યા ખાલી કરી દે. નહીતર પેલા કીમતી પથ્થરને પામવા માગતા કાળા માથાના માનવીઓ પોતાની ફોજ લઇને આવશે અને પોતાના આધુનિક હથિયારના બળે એમનું સમગ્ર વિશ્વ તહસ-નહસ કરી નાખશે. જેક પેલી ખડ્ડૂસ લાગતી સાયન્ટીસ્ટને સમજાવવામાં સફળ થાય છે પણ મગજના છૂ એવા કર્નલને સમજાવી નથી શકતો. આખરે નાવી લોકો પર હુમલો થાય છે. 

આ બળાબળનું યુદ્ધ નથી. માનવીઓના અત્યાધુનિક હથીયારો સામે નાવીઓના તીર-કામઠાંની શી વિસાત? જેક આ વાત સારી રીતે જાણે છે અને તેથીજ તે પોતાની ઓળખ છતી કરીને પણ નાવી લોકોને એમનું ઘર સમાન વડ ખાલી કરવા સમજાવે છે. નાવી તો પોતાના ઘર ખાલી નથી કરતા પણ જેકનું હૃદય ખાલીપાથી ભરાઈ જાય છે. કારણકે હવે નેઈટીરી હકીકત જાણી ચુકી છે અને પોતાને જેકે કરેલા વિશ્વાસઘાતથી એનું સમગ્ર અસ્તિત્વ વ્યર્થ લાગવા માંડે છે. એ હવે જેકને નફરત કરે છે.

[06 : 50 am, Vadodara, 27-12-09, sunday]
mOnaRk : Where the hell is today's Ravipurti?
dAd : Don't get angry. Its there on the chair. Go and take it. At what time you are having your classes today?
mOnaRk : At seven O' Clock.
dAd : Look at the clock. Its already 6 : 50.
mOnaRk : I know !! Don't interrupt. I just wanna know which article is there in Spectrometer.

જેક પણ એક કાળા માથાનો માનવી જ છે. આટલી બધી બુરાઈઓની વચ્ચે એ પોતાના પ્રેમને ખાતર, નાવી લોકોના શ્વાસને ખાતર, પોતાની અંદર છુપાયેલા એક દીવ્યાત્માને ખાતર, બુરાઈ પર સચ્ચાઈની જીતને ખાતર  પોતાનાથી એકદમ જ અલગ એવા નાવી લોકોની દુનિયાને બચાવવા પોતાની દુનિયાના લોકોની સામે થઇ જાય છે. પૃથ્વીને ખેદાન-મેદાન કરીને પેન્ડૂરાને લૂટવા નીકળેલા માનવીઓ સામે એ બંડ પોકારે છે. પોતાના દિલની વાત માનીને પોતાના પ્રેમને પાછો મેળવવા એ પોતાના અસ્તિત્વને મિટાવીને પોતાના A V A T A R માં સદાય ને માટે ઢળી જાય છે.

અહી ફિલ્મ પૂરી થાય છે અને ફિલ્મના ડાયરેક્ટરનું નામ ડિસ્પ્લે થાય છે. 3D મા દેખાતું એ નામ દિલ મા છપાઈ જાય છે. અને મલ્ટીપ્લેક્ષ છોડીને જ્યારે બહાર આવવાનું થાય છે ત્યારે પેલા સ્પેકટ્રોમીટરમાં લખાયેલા શબ્દો યાદ આવી જાય છે...............

[06 : 50 am, Vadodara, 27-12-09, sunday]
mOm : What is it about?
mOnaRk : What?
mOm : The article in spectrometer?
mOnaRk : It is about................




રવિવાર, તા. ૨૭/૧૨/૨૦૦૯
A V A T A R : તૂ હૈ કમાલ, કેમેરુન તૂ હૈ કમાલ...
તેરી કુદરત કમાલ, તેરી સલ્તનત કમાલ !

Friday, January 8, 2010

અખિલ બ્રહ્માંડ_mind-finger connection part 2

અફાટ, અમાપ, અસીમ અને અનંત કહેવાતા આ બ્રહ્માંડના રહસ્યો જાણવા મથતા મારા આ નાનકડા મને થોડા વિચાર ઉપજાવ્યા છે. 


અનાદિકાળથી ચાલ્યા આવતા આ બ્રહ્માંડને સમજવા માટે એક જીવન પુરતું નથી. બ્રહ્માંડના રહસ્યો ગુઢ છે.

ઉર્જા અને પદાર્થ વચ્ચે ચાલતી આ એક અનોખી રમત છે. બહુ થોડા લોકો આનો ભેદ પારખી શક્યા છે. ઉર્જા સર્વવ્યાપી છે, નિરંતર છે, ક્ષણભંગુર કે સ્થિતપ્રજ્ઞ નથી. સદાય વહેતી છે. બ્રહ્માંડના જન્મ સાથે ઉર્જાનો જન્મ થયો છે તો બ્રહ્માંડના અંત સાથે ઉર્જાનો પણ અંત આવી જશે. બ્રહ્માંડના જન્મ સાથે ઘણી બધી વિચારધારાઓ સંકળાયેલી છે. ભૌતિક વિજ્ઞાનીઓ એને cosmological models કહે છે. આ models માં સૌથી વ્યાપક છે

Big bang theory



બ્રહ્માંડની ઉત્પત્તિ આ theory મુજબ થઇ છે એમ માનીએ તો ઉત્પત્તિ પછીના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે.

સૌ પ્રથમ તો આ theory સમજવાનો પ્રયત્ન કરીએ.

અગાસીમાં રાત્રે ખુલ્લા આકાશ તરફ નજર નાખો તો આકાશની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. ચમકતા તારાઓની વિશાળ ચાદર જોઇને સ્હેજે એવો પ્રશ્ન થાય કે આ ચાદર કેટલી ફેલાયેલી હશે? આનો અંત હશે ખરો? જો અંત હોય તો આરંભ પણ હોવો જ જોઈએ. શું આ તારાઓ સદાયને માટે આમ જ ચમકે છે? શું એમની ચમક ક્યારેય ઓછી થતી નથી?

શું આ આકાશ સદાય આવું જ રહે છે? કે પછી એ બદલાય પણ છે? અને જો એ બદલાતું હોય તો પહેલા એ કેવું હતું અને પછી એ કેવું થશે?

જરાક અમથું પણ જો મન ને આ બધા વિચારો કરવા માટે છુટ્ટું મૂકી દઈએ તો એ તો આપણી પજવણી ચાલુ કરી દે. આવું જ કોઈનું મન ભૂખ્યું થયું હશે અને એક પછી એક સવાલોના જવાબ શોધીને એની ભૂખ મટી હશે.

આકાશ ઘણો નાનો શબ્દ છે. આકાશની પેલે પાર અવકાશ છે અને એ અવકાશને આવરતું બ્રહ્માંડ છે. તારા સાથે તારો જોડાય છે અને એમનો સમૂહ આકાશગંગા/galaxy કહેવાય છે. આવી અનેક galaxies મળીને રચે છે આપણું બ્રહ્માંડ.

એડવીન હબલ નામના વિજ્ઞાનીએ આવી galaxies ને પોતાના telescope નો ઉપયોગ કરી ને એક બીજાથી દુર જતી જોઈ. એના આ observation થી Big bang theory નો જન્મ થયો.

જો galaxies એકબીજાથી દુર ભાગી રહી છે તો કોઈ એક સમયે એ એકબીજાની નજીક હતી. વધારે વ્યવસ્થિત રીતે સમજવા માટે એક ઉદાહરણ લઈએ. લગ્ન પ્રસંગે લગ્ન મંડપમાં ફોડવામાં આવતા કાગળના ફટાકડા યાદ છે? નીચેથી દોરી ખેંચીએ એટલે એક box મા રહેલા બધા કાગળીયા ધડાકાભેર બહાર આવે છે અને ચારે દિશામાં ફેલાવા માંડે છે. આ દરેક કાગળિયાને એક એક galaxy સમજી લો તો જણાય કે અત્યારે એક બીજાથી દુર જતી galaxies ભૂતકાળમાં બિલકુલ આવી રીતે જ એક box મા બંધ હશે.



વિજ્ઞાનીઓ આ box ને cosmic egg કહે છે. cosmos નો અર્થ બ્રહ્માંડ થાય છે અને એની ઉત્પત્તિ પહેલા એની અનંત ઉર્જાને પોતાનામાં સમાવનાર એક બિંદુ જેવા પદાર્થ ને egg કહેવાય છે. અહી "પદાર્થ" શબ્દ વાપરવો ભૂલ ભરેલું કહેવાય કારણકે જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ નહોતું ત્યારે પદાર્થ પણ અસ્તિત્વમાં આવ્યો નહોતો. એટલે જ્યારે એ cosmic egg ધડાકાભેર ફાટ્યો ત્યારે તેમાંથી ઉર્જાનો અધધ કહેવાય એવો ધોધ વહ્યો. ફટાકડામાંથી કાગળિયા તો આખ્ખે આખ્ખા નીકળે છે પણ egg માંથી galaxies એવી રીતે નીકળી નહોતી.

મૂળ તો પદાર્થ નું જ સર્જન  નહોતું થયું. આપણા સામાન્ય જ્ઞાન પ્રમાણે પદાર્થ એ atoms નો બનેલો છે અને atom પોતે sub atomic particles નો બનેલો છે. આ sub atomic particles છે proton , neutron અને electron.


બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે વછુટેલી ઉર્જાએ ધીમે ધીમે આ particles નું સર્જન કર્યું અને એમાંથી બન્યા atoms અને અને એમાંથી પદાર્થ. ઉર્જાની સાથે સાથે ચાર મૂળભૂત બળ/fundamental forces પણ અસ્તિત્વમા આવ્યા.
Gravitational force , strong force , weak force અને electromagnetic force.



બસ પછી તો આ ચારની ચોકડીએ મળી ને જોત જોતામાં એક પછી એક તારાનું સર્જન કરવાનું શરુ કરી દીધું. તારાઓ રચાતા ગયા અને galaxies બનતી ગઈ. થોડા વર્ષો પછી દૂધ ગંગા નામની galaxy મા એક તારાનું સર્જન થયું જે સૂર્ય ના નામે ઓળખાયો. હજુ થોડા લાખ વર્ષ વીત્યા બાદ સૂર્યના ગ્રહોનું સર્જન થયું જેમાં ત્રીજો નંબર આવ્યો પૃથ્વીનો. સૂર્ય પોતાના આ ગ્રહ પર થોડો વધુ મહેરબાન હતો એટલે એણે આ ગ્રહ ને છુટ્ટા હાથે oxygen અને atmosphere આપ્યા. બાકી હોય તેમ પાણી ને પાણી ના સ્વરૂપે જ રહેવા દીધું. અને હજુ થોડા હજાર વર્ષે એમાં સર્વપ્રથમ જીવ પ્રગટ્યો. થોડા ઓર વર્ષ વીત્યા અને ઉત્ક્રાંતિ/evolution ના લીધે માણસ માણસ ના આકારમા ઢળ્યો.

અને એ માણસોના ટોળામાંથી એકે આજે પોતાના મનમાંથી આ અખિલ બ્રહ્માંડની ઉત્પત્તિના વિચારો આ બ્લોગના માધ્યમથી રજુ પણ કરી દીધા.

***

બસ આજે કશું લખવાનું મન થયું હતું અને મન કેટલાય દિવસોથી બ્રહ્માંડના જ વિચારોમા અટવાયેલું હતું તો થયું કે થોડું આ mind -finger connection ના નામે અહી પણ ઉતારી દઉં.

Sunday, December 6, 2009

My experiments with blogging_The mind finger connection (Part 1)


The clock is ticking and asking me to sleep. I also intend to do the same but sometimes when your mind and fingers are connected with each other you can not simply go and sleep. You are about to give some real stuff from your mind directly to this blog.

Never ever have tried writing this type of blog in which no topic or point is around and even though you want to write something very honestly. Our thoughts are completely in sync with our surroundings. They come out of mind in accordance with the state of your current mind.

We can't simply wait until a good thought is expelled out of our mind as if such case happens, it happens with a very long duration of time. You are not allowed to look back in the content to see what you have written but when you write these kind of things as a whole you find it so surprising.

I have experienced these kind of writing in my notepad but experiencing it for the very first time in my blog. Thoughts try to be random and no specific point or matter come out of our mind when we try to take it out. It only comes out when nothing is around to keep it in a record. When we start with full supply of arrangements all the thoughts become artificial.

Let me stop here as I am very much tired of writing directly the thoughts coming out of my mind about this post.

Good night.