છેલ્લા ઘણા સમયથી મારે કલાસીસમાં વેકેશન ચાલી રહ્યું છે એટલે આખા દિવસની નવરાશ હોય છે. વેકેશનનો ટાઈમ મારા માટે અલગ અલગ મુવીસ જોવાનો અને નોવેલ્સ વાંચવાનો ગોલ્ડન ટાઈમ હોય છે.
આ વેકેશનમાં આમ તો ઘણા બધા મુવીસ અત્યાર સુધીમાં જોયા પણ એમાંથી ત્રણ મુવીસ મને એકદમ ખાસ લાગ્યા. કહો કે મજા પડી ગઈ. મારી નજરથી એ ત્રણે મુવીસ અહિયા શેર કરી લઉં.........!!
- The General
છેક ૧૯૨૭ ની અમેરિકન સાયલેન્ટ કોમેડી ફિલ્મ. યાદ નથી આવતું કે આ ફિલ્મ વિષે મેં ક્યાં અને ક્યારે સાંભળેલું પણ એટલું યાદ હતું કે ખુબ જ સરસ ફિલ્મ છે. એટલે જ્યારે વર્લ્ડ મુવીસ પર આ ફિલ્મનું શિડ્યુલ જોયું તો રીમાઈન્ડર મૂકી દીધું અને નિશ્ચિત કરેલા સમયે વર્લ્ડ મુવીસ સામે ગોઠવાઈ ગયો.
મને એમ કે આ ફિલ્મમાં ચાર્લી ચેપ્લીન છે એટલે મજા આવશે પણ મુવી સ્ટાર્ટ થયે ઘણો વખત થયા છતાય એ ભાઈ ક્યાંય દેખાણા નઈ એટલે ચાલુ મુવીએ મોબાઈલ પર વિકિપેડિયા ખોલીને બેઠો. કાસ્ટ જોઈ ત્યાર ખબર પડી કે કોઈ Buster Keaton નામના ભાઈ હીરો છે અને એમણે પાછુ આ મુવી ડાયરેક્ટ પણ કર્યું છે. પાછું મને એમ કે નામ પ્રમાણે આ હીરો કોઈ જનરલ બનરલ હશે પણ સાલું કઈ અલગ જ નીકળ્યું !!
જે નીકળ્યું એણે તો મને ફુલ જલસા કરાવી દીધા.
તો ચાલો માણીએ આ મુવીને મારી નજરે...............
આપણા હીરો એન્જીનીયર છે અને ટ્રેન ચલાવે છે. એક સરસ મજાની ફટાકડીને લવ પણ કરે છે. ફટાકડી એની ટ્રેન ચલાવવાની ઈસ્ટાઈલ પર ફિદા છે. એવામાં અમેરિકામાં બે રાજ્યો વચ્ચે અંદરો અંદર યુદ્ધ ફાટી નીકળે છે. ફટાકડીના બાપા અને ભાઈ બંને યુદ્ધમાં જોડવા તૈયાર થઇ જાય છે અને આપણા હીરો જ્યારે ફટાકડી સાથે ઇશ્ક લડાવી રહ્યા હોય છે ત્યારેજ એની સામ્મેથી યુનિફોર્મ પહેરીને વટથી નીકળે છે. આ જોઈને ફટાકડી થોડી સેન્ટી થઇ જાય છે અને આપણા હીરોને પણ યુનિફોર્મ પહેરીને યુદ્ધમાં જોડવા માટે કહે છે.
પ્રેમઘેલા આ ભાઈ દોડીને પોતાનું નામ લખાવા લાઈનમાં પેલ્લા ઉભા રહી જાય છે પણ એ એન્જીનીયર છે એમ જાણીને અને એમનું મહત્વ સમજીને એમને યુનિફોર્મ આપવામાં આવતો નથી. આ બાજુ પેલી ફટાકડી કે એના બાપા આ વાત સમજી શકતા નથી અને પેલી આને રોકડું પરખાવે છે કે જો મારી સાથે સેટીંગ કરવું હોય તો યુનિફોર્મ તો જોઈશે જ. લો..........હલવાયા !!
એક વર્ષ આમ જ વીતી જાય છે અને સમાચાર આવે છે કે ફટાકડીના બાપા યુદ્ધમાં ઘવાયા છે. ફટાકડી બાપાને જોવા જે ટ્રેનમાં બેસીને જાય છે એ આ ભાઈ જ હલાવી રહ્યા હોય છે. એક જગ્યાએ બધા નાસ્તા-પાણી કરવા રોકાય છે ત્યારે બીજા રાજ્યના જાસુસો આખી ટ્રેન જ ઉપાડી જાય છે અને આપણી ફટાકડી બાય મિસ્ટેક એમાં જ રહી જાય છે.
આ વાતથી અજાણ એવો આપડો હીરો પોતાની વ્હાલી ટ્રેનને બચાવવા મોટી મોટી ગડમથલો કરી મુકે છે. અને પછી તો પ્રિયદર્શનને પણ પાછળ પાડી દે એવી ધમાચકડી શરુ થાય છે. હાસ્યના ગોટેગોટા અને લોચેલોચા.........!!
આ ભાઈની એક્ટિંગ અને ખાસ તો એમના એક્સપ્રેશન્સ. મને એમ હતું કે ચાર્લી ચેપ્લીન છે નઈ તો મજા નઈ આવે પણ શું મજા આવી છે બોસ. મુવીમાં એક પણ ડાયલોગ ના હોવા છતાં એટલી સરસ રીતે સમજાઈ ગઈ કે ના પૂછો વાત. હું તો હસી હસીને લોટપોટ થઇ ગયો. વારંવાર મનમાં એવો પ્રશ્ન થતો હતો કે તો પછી આ જનરલ છે શું? પણ આ ભાઈ એમની ટ્રેનની પાછળ ભાગ્યા ત્યારે વંચાયું કે આ તો એમની વ્હાલી ટ્રેનનું નામ જ જનરલ છે. લો બોલો..........!!
૧૯૨૭નાં જમાનામાં આવું ધાંસુ ડાયરેક્શન અને પકડી રાખે એવા પ્લોટની સાથે સાથે અદભુત સિનેમાટોગ્રાફી. કોમેડી ઓફ એર્રર્સનો બાપ કહી શકાય અને મિસ્ટર બિન જેવાને ચણા ખવડાવે એવી Buster Keaton ની સ્ટાઈલ.
સમય મળે નહી તો કાઢીને જોવા જેવું અને વર્લ્ડ મુવીસ વાળા ફરી ના બતાવે તો તાત્કાલિક ધોરણે ડાઉનલોડ કરવા જેવું મુવી...........
mOnaRk's Verdict : **** (4/5).
બહુ ખેંચાઈ ગયું છે એટલે બાકીના બે મુવીસની વાતો નેક્સ્ટ બ્લોગ માં....................!!
ક્રમશઃ............
No comments:
Post a Comment