Thursday, May 13, 2010

આ વેકેશનના ગમતા મુવીસ..........!! (Volume II)


  1. Inglourious Basterds


    બહુ હવાતિયાં માર્યા છતાંય આ ફિલ્મ મને થીએટરમાં જોવાનો મોકો ના મળ્યો. પહેલા Quentin Tarantinoના લગભગ બધા જ મુવીસ જોઈ કાઢ્યા હતા એટલે એના તો આપણે ક્રેઝી ફેન થઇ ગયા હતા પણ તોય કોઈ મેળ ના પડ્યો.                                                                                                                                                                                                                                                                                                                  
    આખરે ડાઉનલોડ કરીને જોવાનો વારો આવ્યો.
    ટારાંટીનો ક્યાંતો અડધો ક્યાંતો પુરો ગાંડો ઘેલો માણસ છે. એને સિનેમાની હંમેશા ચઢેલી હોય છે. જે પણ ફિલ્મમાં જુઓ કોઈક ને કોઈક રીતે આપણને એવી સોલ્લીડ ચોંટાડે છે કે ફિલ્મ પત્યા પછીએ આપણને એ ચચર્યા જ કરે..........!!
    મારી વાતો જેને ગાંડી-ઘેલી લાગે એમણે ટારાંટીનોના મુવીસ જોયા નથી એટલું ચોક્કસ. સાલું એવું થાય કે આને આવા નુસ્ખાઓ સુઝતા કેવી રીતે હશે? Reservoir dogsની ગાળાગાળી હોય કે Pulp fictionની Samual Jackson અને John travoltaની બર્ગર ખાતા ખાતા કરેલી બમ્સ બનવાની વાતો. Kill Bill 1 અને 2 તો સાલા લાલ અને પીળા રંગે રંગેલા બદલાની વાતો કરતા સૌથી લાજવાબ હિંસક અને ઢીંચક મુવીસ છે.
    પણ Inglourious Basterdsની તો વાત જ કંઇક અલગ છે........
    બીજા વિશ્વયુદ્ધના સમયે બાસ્ટર્ડ કહેવાતા અને બદલાની આગમાં ઘૂમતા ઝનુની લોકોનું ગ્રુપ હિટલરના નાઝીઓની કેવી વાટ લગાડે છે ટારાંટીનોથી વધારે સારી રીતે કોણ સમજાઈ શકવાનું છે?
                                                                                                                                                                                                              
                                                                                                       
    ફિલ્મ શરુ થાય છે ફ્રાન્સના કોઈ પરગણાંમાં જ્યાં પેલો ખંધો અને ચબરાક હાન્સ લાંડા એકદમ શાંતિથી પેલા બિચારા ખેડૂતને આંટા આવી જાય એવી રીતે ઉંદર અને ખિસકોલીનો તફાવત સમજાવે છે. લાંડા કહે છે કે ઉંદર અને ખિસકોલી બંને ઘરમાં ઘુસે તો રોગચાળો ફેલાવે છે પણ તોએ આપણને ઉંદરને જોઈને જેટલી સુગ ચઢે છે એટલી ખિસકોલીને જોઈને નથી ચડતી.
    ભાઈ નો કહેવાનો મતલબ એકદમ સ્પષ્ટ છે. એને મન બધ્ધા યહુદીઓ ઉંદર જેવા છે. અને એનું કામ ઉંદરોનો ઉપદ્રવ રોકાવાનું છે. લો બોલો........!! હાન્સ લાંડા તો ફિલ્મનું એક કિરદાર માત્ર છે. પણ એના દ્વારા જર્મનોની યહુદીઓ પ્રત્યેની માનસિકતા ટારાંટીનોએ દિલધડક રીતે સમજાવી દીધી છે.                                                                                                                                                                                                 
                                                                                                                                                                                                                                                                      
    ફિલ્મનું બીજું ચેપ્ટર Brad Pittની ધમાકેદાર એન્ટ્રીનું છે. પાછો એના સોલ્જર્સ પાસે વન હન્ડ્રેડ નાઝી સ્કાલ્પની માંગણી કરે છે. અને પછી આવે છે હિટલરના નાઈ નાઈ નાઈ નાઈ કરતા ધમપછાડા. હિટલર સાચ્ચે આવો હશે? અને પેલો મગજનો વીફરેલો "ધ બીઅર જ્યુ". સાલું બેઝબોલના ફટકાથી પેલાનું તો માથુ ફાડી નાખ્યું. તો ટારાંટીનોની સ્ટાઈલ છે બોસ. તમે થથરી જાવ અને કરી મુકો એવી ચીતરી પોતાની ફિલ્મોમાં તમને ચઢાવે છે.
    ફિલ્મના ત્રીજા ચેપ્ટરમાં શોસાન્ના નામની પેલી છોકરી જેને પહેલા ચેપ્ટરમાં હાન્સ લાંડાએ જીવતી છોડી મૂકી તી એ હવે એમાન્યુંએલ ના નવા નામથી એક થીએટર ચલાવે છે અને એની પાછળ એક નાઝી સોલ્જર દીવાનો થાય છે. સોલ્જરના પરાક્રમોની ફિલ્મ, જેમાં દિવાનો પોતે હીરો બને છે, જે ડાયરેક્ટર ઉતારી રહ્યો હોય છે એને દિવાનો પોતાની ફિલ્મનું પ્રીમિયર પેલી એમાન્યુંએલના થીએટર માં યોજવાનું કહે છે.                                                                                                                                              
    બાજુ થીએટરની માલકણ એક છોકરી છે એમ જાણીને પેલો હાન્સ લાંડા એને મળે છે અને પેલી એમાન્યુંએલના શરીરમાંથી ભયનું જે લખલખું પસાર થઇ જાય છે એ આપણે પણ અનુભવી શકીએ છે. વાહ ટારાંટીનો.........તારી માયા..........!! આખરે પેલો ડાયરેક્ટર એમાંન્યુંએલના થીએટરમાં પેલા લવરિયા સોલ્જર ની ફિલ્મ પ્રદર્શિત કરવા માટે રેડી થઇ જાય છે. અને વિધિના (ટારાંટીનોના) વિધાન એવા કે હિટલર ખુદ ફિલ્મ જોવા માટે થીએટરમાં આવવા તૈયાર થઇ જાય છે.
    આવો મોકો ફરી ક્યારેય નઈ મળે એ પામી જનારી એમાન્યુંએલ પોતાના મિત્ર સાથે જ્યારે પ્રીમિયર ચાલતું હોય ત્યારે આખા થીએટરને ઉડાવી દેવાનું કાવતરું રચે છે. બિલકુલ વખતે બ્રિટીશ ઓફિસર અને એક ફૂટેલી જર્મન એક્ટ્રેસ સાથે મળીને પેલા બાસ્ટર્ડસ ચોરીછૂપે આ પ્રીમિયરમાં જવાનું કાવતરું રચે છે.
    પણ જ્યાં કાવતરું રચાતું હોય છે બેઝમેન્ટમાં પેલા લાંડાના કઝીન જેવો નાઝી ઓફિસર પેલા બ્રિટીશરની અજુગતી ઉચ્ચારાતી જર્મન ભાષા પારખી જાય છે અને થ્રી ગ્લાસીસ કેહવાની નોન જર્મન સ્ટાઈલને પકડી પાડી બધું લોચામાં નાખી દે છે.
    અન્ધાધૂંધ ફાયરીંગમાં પેલી જર્મન એક્ટ્રેસ બચી જાય છે અને એ Brad Pitt અને એના બે જોડીદારો સાથે પ્રીમિયરમાં જાય છે. આખી ફિલ્મનો સૌથી મજેદાર સીન અહી છે. હાન્સ લાંડાને ખબર પડી ગઈ હોય છે કે આ  એક્ટ્રેસ નાઝી-વિરોધી કાવતરામાં સંડોવાયેલી છે. વખતે લાંડા એના ત્રણ કહેવાતા ઇટાલિયન મિત્રોની જે ફીરકી લે છે જે ફીરકી લે છે. બવ મજા આવે છે સીન વારંવાર જોવાની.
    Brad Pittના ચહેરા પરની ચીડ કેવી દેખાઈ આવે છે. ટારાંટીનો આ બધું ઝીલવામાં તો માસ્ટર છે બાપુ. અને પછી ફિલ્મ શરુ થાય છે. હિટલર પોતે ફિલ્મ જોવા આવી પૂગ્યો છે. લાંડાને બધી ખબર છે તો શું એ આ કાવતરું રોકે છે? શું Brad Pitt હિટલર અને બીજા નાઝીઓને મારવામાં સફળ થાય છે? શું એમાન્યુંએલને પોતાનો બદલો પોતાનું થીએટર ઉડાવીને મળે છે?
    Inglourious Basterds જોઈ નાખો જો બધા પ્રશ્નોના જવાબ જોઈતા હોય તો................         






                   
    ફિલ્મના અંત માં કહેવાયેલો ડાયલોગ ભલે Brad Pitt પોતાના માટે બોલતો હોય, પણ હકીકતમાં એ પાત્ર દ્વારા ટારાંટીનો આપણને એમ કહેવા માંગે છે કે આ ફિલ્મ મારી "માસ્ટર-પીસ" છે. હું સમજી ગયો ટારાંટીનો. ફિલ્મ ખરેખર તમારી માસ્ટર-પીસ ફિલ્મ છે.
    mOnaRk's Verdict : ****1/2 (4.5/5)
    હવે છેલ્લી મુવીનો વારો બ્લોગના છેલ્લા ભાગમાં.
    ક્રમશઃ..........................

No comments:

Post a Comment