Wednesday, January 13, 2010

A V A T A R

જેક અપંગ છે. જેક એક વ્હીલચેરમા ફરે છે. જેક આજુબાજુમાં બનતી ઘટનાઓને નિહાળ્યા કરે છે. એ ઓછોબોલો સ્વભાવનો નથી પણ એ જે વિશ્વમાં રહે છે ત્યાંના જ્ઞાનીઓ એની વાતો સાંભળવા કે સમજવા તૈયાર નથી એટલે મોટાભાગે એ ચુપ જ રહે છે. અને એક દિવસ.....................

જેક એક અલગ દુનિયાનો રખવાળો બની જાય છે. એક સમગ્ર વિશ્વ એના સહારે જીવે છે અને એ જ જેક ગળું ફાડી ફાડી ને કહે છે કે આ અમારી ધરતી છે. અમે એની છેલ્લા શ્વાસ સુધી રક્ષા કરીશું. પોતાના વિશ્વમાં અપંગ એવા જેકના આ અલગ વિશ્વની ધરતી પર મક્કમ રીતે જડેલા પગ આખરે તો માનવતાનો જ રાગ છેડે છે ને........!!


[12 : 05 pm, Anand, 11-01-10, monday]
mOnaRk : Its already 12 : 05. You told me that the show is at 12 : 30 and this paper shows that it is at 12 : 00. Now what? Should we go for it or should I go back to Vadodara?
Maulik : In Anand, they always start the show half an hour late dear. So let's go there. I am sure we can make it.

mOnaRk : Two A V A T A R please. Has the show been started? Do it fast.
Window : Yes it has been started. Five to Ten minutes passed. Here are your tickets. Make some arrangement for snacks as movie is 2 hrs and 41 min long and its 3D so there is no interval.

mOnaRk : Here are the tickets. Where are the glasses? Wow !! The movie has not been started yet. Thank God. I was so tensed that I will lose opening shots.
Maulik : I told you. I know them. Still it will take 10 to 15 mins. You unnecessarily made me hurry. And what is this? I am not going to wear this glasses. I will see without wearing it.

સ્પાય કિડ્સ ટુ માં વર્ચુઅલ ગેમમાં ફસાયેલા બાળકને એક પ્લેયર ચૂઝ કરવાનો આવે છે અને એ પોતાના અપંગ દાદાજીને ચૂઝ કરે છે. કારણ? એ છોકરો માને છે કે આટલા વર્ષોથી દાદાજી ચાલ્યા નથી તો એમના પગની બધી જ ઉર્જા એમના દિમાગમાં પુરાયેલી હશે અને તેથી એ ઉર્જાના સહારે એમનું દિમાગ બીજા બધા પ્લેયર્સ કરતા ક્યાંય વધારે તેજ હશે......!!

ઉર્જા.

આઈનસ્ટાઈને એને પદાર્થમાં પલોટવાનું સમીકરણ ભલે આપ્યું હોય પણ ઉર્જા પદાર્થમાં રૂપાંતરિત થયા વગર પણ આપણા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. આ એ જ ઉર્જા છે જે નાવી લોકો પોતાની ધરતી પેન્ડૂરાની છાતીમાંથી વનસ્પતિ સ્વરૂપે કે પેન્ડૂરાના પ્રાણીઓની સાથેના બંધન સ્વરૂપે મેળવે છે. ભારતીય તત્વજ્ઞાન જે વાત સૌથી સરળ રીતે કહે છે એ જ વાત પેન્ડૂરાના નાવી લોકો માને છે કે આપણે સૌ આ બ્રહ્માંડમાં વ્યાપેલી ઉર્જાનો એક અંશ છીએ. આપણે સૌ પરમાત્માનું સ્વરૂપ છીએ. આપણે જે ઉર્જાથી સર્જિત થયા છીએ એ જ ઉર્જામાં વિસર્જિત થવાનું છે.


[11 : 10 am, Vadodara]
mOnaRk : I am coming to Anand today. I want to see A V A T A R in 3D. We are not having it in 3D in Vadodara. Tell me the earliest possible show times.
Maulik : I know the timings. The first show is at 12 : 30. You come by 12 : 00. We will go for it. Have you taken your lunch? If not then come at my home first. We will go there after having lunch together.
mOnaRk : No. I have had it. You don't bother about it. Just make sure about the timings. I am racing with time here. It is already 11 : 10 and I am in vadodara only. Have to reach there in 50 min at any cost.

મિલિયોનેર બિઝનસમેનને એક કીમતી તત્વ જોઈએ છે. એના માટે આ કામ જે પણ કરે એને એ સમય આપવા તૈયાર છે. આર્મીનો કર્નલ કરે તો એ કે પછી પેલી સાયન્ટીસ્ટ કરે તો એ. આર્મીનો કર્નલ પોતાની તાકાત પર મુસ્તાક છે. એ આ પેન્ડૂરા પર વસતા અને કીડી-મંકોડાની જેમ ચરતા અને ફરતા નાવી લોકોને ચપટી વગાડતામાં મસળી શકે છે. સાયન્ટીસ્ટને પોતાની આવડત પર ઘણું ગુમાન છે. જેક જેવા પાંગળા માણસના પોતાના  ટીમમાં આવવાથી એનું કામ ખરાબ થઇ જશે એવો એને ડર સતાવે છે. એ પેન્ડૂરાની અદભુત વનસ્પતિઓ માં ગુંથાયેલું નેટવર્ક જોઇને માનવીઓના ન્યુરલ નેટવર્કનું સંશોધન આગળ ચલાવવા માંગે છે.

જેકની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. એને કામ કર્નલનું કરવાનું છે અને પાછું પેલી સાયન્ટીસ્ટની મદદથી જ કરવાનું છે. સાયન્ટીસ્ટ એને એના A V A T A R માં ઢાળી આપે છે.


A V A T A R


પેન્ડૂરાના નાવી લોકોનું શરીર અને પૃથ્વીવાસીઓનું મન. જ્યારે જ્યારે પૃથ્વીવાસીઓને નાવી લોકોને સમજવાની ઈચ્છા થાય છે ત્યારે ત્યારે તેમના શરીરમાં જેક જેવા કોઈના દિમાગના ન્યુરોન એક્ટીવેટ કરીને એને નાવી લોકોની વચ્ચે મોકલી આપવામાં આવે છે. સાદી ભાષામાં કહો તો A V A T A R માત્ર અને માત્ર એક હાઇબ્રીડ ઉપજ જ છે. પણ જેકના A V A T A R નું જ્યારે આ નાવી લોકોમાંની એક એવી નેઈટીરી સામે અવતરણ થાય છે ત્યારે શરુ થાય છે બે મળેલા જીવની અલગ દુનિયા.


[10 : 35 am, Vadodara]
mOnaRk : I want your pulsar. I want to go to Anand. I'll be back by evening. Keep my activa if required. So tell me, where should I come? at your office?
Bhargav : Ok take it. Come at That magazine store near amdavadi pole. How long will you take to come there?
mOnaRk : I am coming. You get ready. I am in hurry. Let's meet there in 10 min.
પ્રેમ ને કોઈ સીમા નથી હોતી. પ્રેમને કોઈ બંધન નથી નડતા. સાચ્ચેજ નેઈટીરી અને જેક વચ્ચે પાંગરતા પ્રેમને જોઇને તો એવું જ લાગે છે. પ્રેમ ખરેખર બે આત્માનું મિલન છે નહિ કે બે શરીર.

પ્રેમ

તમને કોઈની સાથે પ્રેમ થાય એ પહેલા એ વ્યક્તિમાં કંઇક ખાસ છે એની પ્રતીતિ તમને ઈશ્વર કરાવી દે છે. નહીતર નેઈટીરી એ દિવસે જેક પર આમ તીર ચલાવતા અટકી ના ગઈ હોત. જેક સાથેની એ પ્રથમ મુલાકાતમાં ભલે પ્રેમ થવાના કે ગમવાના કોઈ અણસાર ના આવતા હોય પણ કોઈ દિવ્યશક્તિ કોઈક સંકેત તો આપી જ દે છે. બસ પછી શું?

નેઈટીરી જેકને પોતાના લોકોની વચ્ચે લઇ જાય છે અને જેક એ લોકોને સમજવાની કોશિશ કરે છે. અહી પણ એ જ દિવ્યતાના અણસારથી નેઈટીરીની માતા જેક ને નાવી લોકોના રીતભાત અને રહેણી-કરણી શીખવવા માટે નેઈટીરીને કહે છે. અને શરુ થાય છે પ્રેમના પાંગરવાના દિવસો. માનવી અને નાવી વચ્ચેનો એ અલૌકિક પ્રેમ........

[10 : 30 am, Vadodara]
mOnaRk : I am in hurry so don't ask me to take my lunch today. I am going to Anand.
mOm : Why? Anand? all of a sudden?
mOnaRk : Don't ask me too much questions mom. I'll be back by evening. I'll have it at Anand. Don't worry about it. Ok?
mOm : Well if you have decided then ok. But you haven't slept for whole night yesterday. Don't you want to sleep? It's good time to sleep. You have 3 to 4 hours to sleep.
mOnaRk : I'll be back by 3 O' clock. I'll sleep after coming back. Let me go, I am getting late.....

જેકને સ્પષ્ટ ફરમાન મળી ચુક્યું છે કે એ નાવી લોકોને સમજાવી દે કે એ લોકો આ એમની રહેવાની જગ્યા ખાલી કરી દે. નહીતર પેલા કીમતી પથ્થરને પામવા માગતા કાળા માથાના માનવીઓ પોતાની ફોજ લઇને આવશે અને પોતાના આધુનિક હથિયારના બળે એમનું સમગ્ર વિશ્વ તહસ-નહસ કરી નાખશે. જેક પેલી ખડ્ડૂસ લાગતી સાયન્ટીસ્ટને સમજાવવામાં સફળ થાય છે પણ મગજના છૂ એવા કર્નલને સમજાવી નથી શકતો. આખરે નાવી લોકો પર હુમલો થાય છે. 

આ બળાબળનું યુદ્ધ નથી. માનવીઓના અત્યાધુનિક હથીયારો સામે નાવીઓના તીર-કામઠાંની શી વિસાત? જેક આ વાત સારી રીતે જાણે છે અને તેથીજ તે પોતાની ઓળખ છતી કરીને પણ નાવી લોકોને એમનું ઘર સમાન વડ ખાલી કરવા સમજાવે છે. નાવી તો પોતાના ઘર ખાલી નથી કરતા પણ જેકનું હૃદય ખાલીપાથી ભરાઈ જાય છે. કારણકે હવે નેઈટીરી હકીકત જાણી ચુકી છે અને પોતાને જેકે કરેલા વિશ્વાસઘાતથી એનું સમગ્ર અસ્તિત્વ વ્યર્થ લાગવા માંડે છે. એ હવે જેકને નફરત કરે છે.

[06 : 50 am, Vadodara, 27-12-09, sunday]
mOnaRk : Where the hell is today's Ravipurti?
dAd : Don't get angry. Its there on the chair. Go and take it. At what time you are having your classes today?
mOnaRk : At seven O' Clock.
dAd : Look at the clock. Its already 6 : 50.
mOnaRk : I know !! Don't interrupt. I just wanna know which article is there in Spectrometer.

જેક પણ એક કાળા માથાનો માનવી જ છે. આટલી બધી બુરાઈઓની વચ્ચે એ પોતાના પ્રેમને ખાતર, નાવી લોકોના શ્વાસને ખાતર, પોતાની અંદર છુપાયેલા એક દીવ્યાત્માને ખાતર, બુરાઈ પર સચ્ચાઈની જીતને ખાતર  પોતાનાથી એકદમ જ અલગ એવા નાવી લોકોની દુનિયાને બચાવવા પોતાની દુનિયાના લોકોની સામે થઇ જાય છે. પૃથ્વીને ખેદાન-મેદાન કરીને પેન્ડૂરાને લૂટવા નીકળેલા માનવીઓ સામે એ બંડ પોકારે છે. પોતાના દિલની વાત માનીને પોતાના પ્રેમને પાછો મેળવવા એ પોતાના અસ્તિત્વને મિટાવીને પોતાના A V A T A R માં સદાય ને માટે ઢળી જાય છે.

અહી ફિલ્મ પૂરી થાય છે અને ફિલ્મના ડાયરેક્ટરનું નામ ડિસ્પ્લે થાય છે. 3D મા દેખાતું એ નામ દિલ મા છપાઈ જાય છે. અને મલ્ટીપ્લેક્ષ છોડીને જ્યારે બહાર આવવાનું થાય છે ત્યારે પેલા સ્પેકટ્રોમીટરમાં લખાયેલા શબ્દો યાદ આવી જાય છે...............

[06 : 50 am, Vadodara, 27-12-09, sunday]
mOm : What is it about?
mOnaRk : What?
mOm : The article in spectrometer?
mOnaRk : It is about................
રવિવાર, તા. ૨૭/૧૨/૨૦૦૯
A V A T A R : તૂ હૈ કમાલ, કેમેરુન તૂ હૈ કમાલ...
તેરી કુદરત કમાલ, તેરી સલ્તનત કમાલ !

No comments:

Post a Comment