Sunday, July 4, 2010

Kaanji v/s Kaanji

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન..........


The meaning of this shlok of Gita is "If your enemy has caused you any damage than you are left with no choice but to kill him."


"Did you all understand?"
"Yes sir.......!!"
"What? The meaning of this shlok as I told you?"
"Yes sir"
"Suppose someone else interprets this same shlok in different way and draw entirely different meaning then?"
"Different meaning sir?"
"Yes. Different meaning. If someone tells all of you that the meaning is 'One has to do only one's duty. One should never expect the credits'. Then?"
[Confusion among the students. All look into each others' eyes..........!!]
"Ohh......I have made all of you very confused. Right?"
"This is what has happened and still happens with our society. Not all can understand the very meaning of Sanskrit language or for that matter the existence of God. So they have to be dependent upon what their Gurujis or Maharaj interpret for them..........!!"
"It's all matter of interpretations. The evaluation of modern Hindu religion and its roots has taken shape from various interpretations. And that's what I try to explain that historians interpret history by their perceptions, understanding and sources. Sometimes very close to real one and sometimes substantially different."
[Evening of Thursday 1st July'10>>History class of VII standard students>>Teacher : Monark Sir]

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન..........


ગીતાનો આ શ્લોક સ્ટેજ પરથી બોલાયો અને મને આજની સાંજ યાદ આવી ગઈ. આજે જ છોકરાઓને આ શ્લોક સમજાવીને રાત્રે નાટક જોવા આવવાનું થયું અને જે મુદ્દાઓ એમની સાથે ચર્ચ્યા એ જ મુદ્દાઓને વાચા આપતું નાટક હું જોઈ રહ્યો છું.


આસ્થાનો અતિરેક કરીને ભગવાનના નામે ભોગવટો કરતા ભોગીઓને ખુલ્લા પાડતું અને ખુદને ખુદા સમજીને ખુદાને ખુદ વિચારતા કરી મુકતા અલગારી વેપારી કાનજીની મનોવ્યથા દર્શાવતું નાટક એટલે.............


"કાનજી વિરુદ્ધ કાનજી"


નાસ્તિક હોવું એટલે શું?


કોઈ પથ્થરની મૂર્તિ જેમાં આસ્તિકોને ભગવાનના દર્શન થાય છે એને માત્ર પથ્થર જ ગણનારો માણસ એટલે નાસ્તિક.
કોઈ પથ્થરના શિવલીંગની ઉપર લીટર દૂધ ઢોળવાને બદલે બહાર ઉભેલા કોઈ ભૂખ્યા ગરીબને દૂધ પીવડાવનારો માણસ એટલે નાસ્તિક.
કોઈ માનતા બાધા આખડી ના નામે ભગવાન સામે એક્સચેન્જ ઓફર મુકવાને બદલે જે પોતાને જોઈએ છે એ જાતે જ મેળવી લેનારો માણસ એટલે નાસ્તિક.
કોઈ સંસ્કૃતનાં શ્લોકો જે પોતાને સમજાતા નથી એ ભગવાનને સંભળાવીને બોર કરવાને બદલે એની સાથે પોતાની ભાષામાં વાત કરનારો માણસ એટલે નાસ્તિક.
આખા ભારતવર્ષ માં ભ્રમણ કરીને શક્ય એટલા મંદિરોના પગથીયા પર ભગવાનને સાક્ષાત દંડવત પ્રણામ કરવાને બદલે એને પોતાનો દોસ્ત ગણી ને પોતાના ઘરે બોલાવનારો માણસ એટલે નાસ્તિક.


કાનજી લાલજી મહેતા. પાકો વાણીયો. ધરતીકંપમાં એની દુકાન પડી જાય છે અને ઇન્શ્યોરન્સ કંપની વાળા એક્ટ ઓફ ગોડ કહીને વીમાના પૈસા આપવાની નાં પાડે છે તો આ ઘટના માટે ભગવાનને જવાબદાર ગણાવીને કાનજી પોતાનું નુકસાન વસુલવા ઉપરવાળા કાનજીની ઉપર કેસ ઠોકી દે છે. અને પછી શરું થાય છે આપણી માન્યતાઓના ભુક્કા કાઢી નાખતું અને ભગવાનની શ્રદ્ધાના નામે કરવામાં આવતા ધતિંગો ને ઉઘાડા પાડતું નાટક...........કાનજી વિરુદ્ધ કાનજી.


સચિન ખેડેકર ના લાજવાબ અભિનયથી મઢ્યુ આ નાટક એના લેખક ભાવેશ પાટડીયાના લેખનથી ધીમે ધીમે ઉઘડે છે અને અંત આવતા સુધીમાં ભલભલા આસ્તીકોની આંખો ઉઘાડી નાખે છે.


જો મોકો મળે તો અચૂકથી ના ચૂકવા જેવું આ નાટક છે. આ નાટક જોયા પછી આપણામાં રહેલો કાનજી બહાર આવે અને આ બહારની દુનિયામાં શ્રદ્ધા અને આસ્થાના નામે થતા મંદિરોના ગોરખધંધા બંધ કરાવે ત્યારે આ નાટકની ટીમનો પ્રયત્ન ફળશે.

1 comment:

  1. "Karm kar fal ki aasha mat rakh" This meaning of the above shlok is spreaded by our film & TV industry. I belive the meaning of above shlok is "ese fal ki aasha mat rakh jiska karm tune nahi kiya".

    I have seen two three plays on same theme but found that all the stage plays are also under influence of film & TV industries hence all meanings of such shloks are moulded in a way to make play interesting. So while watching such plays we have to remember that we are watching the same for entertainment not for enhancing our knowledge on relative topic.

    ReplyDelete