વાત જાણે આમ બની કે..............
ઈદનો પવિત્ર અવસર હતો અને માહોલ પણ કંઇક જામ્યો હતો. મુસ્લિમ બિરાદરો ઈદ ઉજવવાની તૈયારી કરતા હતા અને આખા રસ્તા પર એની સજાવટ થતી હતી. એક હિંદુએ આવીને એમાં ભંગ પાડ્યો અને વાત વધી પડી.
જોત જોતામાં ટોળું ભેગું થઇ ગયું અને એ હિંદુને જાહેરમાં લાવવાની માંગણી કરી. પોલીસે એની ધરપકડ કરી લીધી હતી અને એ તો પોલીસ સ્ટેશનમાં હતો. સ્વાભાવિક છે કે એ હિંદુ હોય કે મુસ્લિમ, પોલીસ આવી માંગણી કદી સ્વીકારે નહી.
ટોળાનો ગુસ્સો ભડક્યો (કે ભડકાવવામાં આવ્યો) અને ટોળું તોફાને ચડ્યું. વાહનોની તોડફોડ તો જાણે કરી જ નાખી પણ જોડે જોડે નજીકની એક હોસ્ટેલમાં પણ ઘુસી ગયા. સડસડાટ ઉપર ચડીને હોસ્ટેલમાં રહેનારા છોકરાઓને અડફેટે લીધા. એમનો સામાન વેરવિખેર કરી નાખ્યો અને કોઈના પર્સ મોબાઈલ લુટી લીધા. અધૂરા માં પૂરું દેવી દેવતાઓના ફોટાઓને પણ નુકસાન પહોચાડ્યું.
કોઈકે કીધું કે એ છોકરાઓ સામે અંગત અદાવત હતી એનો બદલો લીધો..........
કોઈકે કીધું કે હોસ્ટેલની નીચેની બેંક લૂટવાનાં વ્યર્થ પ્રયાસનો ગુસ્સો હોસ્ટેલ પર ઉતાર્યો...........
કોઈકે કીધું કે મોકાની જગ્યા વેચાણ અર્થે પડાવવા માટે માત્ર હોસ્ટેલને જ નિશાન બનાવી..........
મને થાય કે પાણીગેટ વિસ્તારે શાંતિને તો પાણીના ભાવે વેચી નાખી છે. લાદેનનું પોસ્ટર લઈને નીકળનારાઓને જરા કહીએ કે કોઈક વાર કસાબ કે અફઝલને પણ જાહેરમાં લાવીને ફટકારવાની માંગણી કરી જોજો. બાકી તો જ્યાં શાંતિ છે ત્યાં જ પ્રગતિ છે. આ વાત સમજનારાઓ એમની વચ્ચે પણ છે તો પણ એમને સમજાવી શકતા નથી. બોલો છે ને એક અજબ ની દુવિધા..............!!
[શાંતિ અને પ્રગતિ છોકરીઓના નામ નથી તેની નોધ લેવી.]
વાત વાત માં : થોડાક મહિનાઓમાં જ નજીકનો એસ ટી ડેપો ફરી ધમધમતો થવાનો છે જ્યાં એ લોકો રોજ ક્રિકેટ રમતા હતા. વીટકોસની બસના કાચના વેરાયેલા ટુકડાઓ એવી કોઈક વાત કરી રહ્યા હતા.......!!
No comments:
Post a Comment