Saturday, January 30, 2010

શૈતાન પંખો.......(પેલા ખેતાન પંખા જેવું નામ લાગે છે.......હે ને?)

પંખા તારી ભલી થાય, તું શીદને આટલી વીજળી ખાય !
એક તો તારા વગર જાય નહિ ઉનાળો
ને એમાં પાછા બાપુજી કરે લોહી ઉકાળો !
ગરમીથી ફાટફાટ થાય મારું આ શરીર
ને બાપુજીની તીખી આંખોનાં તીખાં તીર !
તું ચાલે ધીમો એ મારાથી સહન થાય નહીં
ને તારા ઝડપી ચકરાવા બાપુજીને પોસાય નહીં !
ભલા માણસ, તને હું નથી બોલાવતો શિયાળામાં
શું તેનો ગુસ્સો તું ઉતારે છે ઉનાળામાં?
તને પડતો મુકી રાત્રે અગાસીએ સુવા જાય બા-બાપુજી
ને હું તારા સાન્નિધ્યમાં રાત ગુજારી થાઉં રાજી !
સવાર પડે ને પવનની ધીમી ધીમી લહેરખીઓ વાય
ને બાપુજી કહે આ લહેરખીઓમાં તો આપણો આખો દિવસ જાય !
હું તો થાક્યો, હાર્યો. કરી બાપુજી સાથે માથાકુટ
પંખા તારા કારણે થઇ આ બધી કડાકુટ
સુધર ભાઈ સુધર હવે તો કંઈ વ્યાજબી થા
કર મારા પર ઉપકાર ને ઓછી વીજળી ખા !

[ હું જ્યારે કોલેજમાં હતો ત્યારે આ કવિતા લખી હતી........આજે એને રજુ કરવાનું માધ્યમ મળી ગયું..............!!]

1 comment:

  1. hehehe very nice Kavita, kahani ghar ghar ki...

    btw pankha ne dukh e ke india ma winter bahu nano so it ends up always running... bicharo kyarek to thake ne :D
    it needs to me "monghu" so that it can have a break... lol hehehe

    ReplyDelete